માળા કરું છું...
રોજ તારા નામની માળા કરું છું,
કેમ ખોટું હું કહું, ચાળા કરું છુ !
નામનો ગોપાલ છું હું ઠન ઠન સદાનો,
જોગ કરવા ફંડ ’ને ફાળા કરું છું!
ક્યાં કરું છું જાતને શિક્ષિત કદીયે!
એટલે તો ગામમાં શાળા કરુંછું!
હું દલાલી કોલસાની ક્યાં કરું છું?
હસ્ત મારા તે છતાં કાળા કરું છું!
ચાવવા લાળાં નથી તેથી કહું છું,
અણગમાના અંતરે જાળાં કરું છું!
૩૧-૦૭-૧૧. –હર્ષદ દવે.
No comments:
Post a Comment