Tuesday, August 9, 2011

માળા કરું છું...


માળા કરું છું...
રોજ તારા નામની માળા કરું છું,
કેમ ખોટું હું કહું, ચાળા કરું છુ !
નામનો ગોપાલ છું હું ઠન ઠન સદાનો,
જોગ કરવા ફંડ ’ને ફાળા કરું છું!
ક્યાં કરું છું જાતને શિક્ષિત કદીયે!
એટલે તો ગામમાં શાળા કરુંછું!
હું દલાલી કોલસાની ક્યાં કરું છું?
હસ્ત મારા તે છતાં કાળા કરું છું!
ચાવવા  લાળાં નથી તેથી કહું છું,
અણગમાના અંતરે જાળાં કરું છું!
૩૧-૦૭-૧૧.     –હર્ષદ દવે.  

harshad dave:

harshad dave:


પોષ મા ...
એક પગલું મેં ભર્યું આવેશમાં,
એક પગલું તેં ભર્યું આક્રોશમાં!

લાગણીના તારને છંછેડ મા,
રણઝણે છે શબ્દ મારા કોષમાં!
કોણ સાચું, કોણ ખોટું, તોલ મા,
ફર્ક છે 'આરોપ'માં 'ને 'દોષ'માં.
રાઈનો પર્વત કરે છે રોષમાં,
આવશે ક્યારે હવે તું હોશમાં!
કાન સરવા ભીંતના પણ હોય છે!
વાત જાશે આપણા પાડોશમાં!
'આજ'ના આનંદને અવરોધ મા,
મનવટાના ખ્યાલને તું પોષ મા!

હર્ષદ દવે.

21-07-2011